Connect Gujarat
ગુજરાત

જાણો તમારો આજનો દિવસ!

જાણો તમારો આજનો દિવસ!
X

મેષ (અ,લ,ઇ) – મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. ઘરમાં બોલાચાલીને કારણે પરિવારના સભ્યો વચ્ચે અપ્રિય વાતાવરણ સર્જાશે.

વૃષભ (બ,વ,ઉ) – કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો.

મિથુન (ક,છ,ઘ) – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. જમીનને લગતો વિવાદ ઝઘડાનું સ્વરૂપ લેશે. મામલો ઉકેલવા તમારા માતા-પિતાની મદદ લેજો. તેમના માર્ગદર્શન મુજબ ચાલશો તો તમે ચોક્કસ જ સમસ્યા ઉકેલી શકશો.

કર્ક (ડ,હ) – આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે.

સિંહ (મ,ટ) - ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો.

કન્યા (પ,ઠ,ણ) - આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે.

તુલા (ર,ત) - અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો.

વૃશ્વિક (ન,ય) - લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. માતાની માંદગી ચિંતા સર્જી શકે છે.તમારે તેનું ધ્યાન બીમારીમાંથી અન્ય કોઈ બાબત પ્રત્યે દોરજો જેથી તેની માંદગીની અસર ઘટે.

ધનુ (ભ,ફ,ધ,ઢ) - પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે.

મકર (ખ,જ) - માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે.

કુંભ (ગ,શ,સ,ષ) - તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો.

મીન (દ,ઝ,ચ,થ) - કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે.

Next Story