જામનગરઃ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનાં દરવાજા બંધ, જાણો કોને મળશે પ્રવેશ?

New Update
જામનગરઃ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનાં દરવાજા બંધ, જાણો કોને મળશે પ્રવેશ?

સૌરાષ્ટ્ર પંથકની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં ટ્રાફિકની સમસ્યાને પગલે લેવાયો નિર્ણય

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનાં દરવાજા બંધ કરી દેવાતાં દર્દીઓના સગા અને સામાન્ય પ્રજાને ભારે હાલાકી ભોગવાવી પડી હતી. હોસ્પિટલના સતાધિશોએ હોસ્પિટલમાં ભારે ટ્રાફિક અને અસામાજિકતત્વોનું કારણ આ બાબતે દર્શાવ્યું હતું. માત્ર ડોકટર સ્ટાફ, મેડીકલ સ્ટુડન્ટ અને દર્દીઓના સગાને જ અંદર આવવા દેવામાં આવશે.

જામનગર જીલ્લા અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં અંદર આવવાના મુખ્ય પ્રવેશદ્વારમાંથી અમુક દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. તો અમુક દરવાજા પર કડક સિક્યુરીટી ગોઠવી દેવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દરરોજનાં હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે મુખ્ય ગેઇટ પર સિક્યુરીટી ગોઠવી દેવાતા દર્દીઓ અને તેના સગાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

હોસ્પિટલનાં ચીફ સિક્યુરીટી ગાર્ડ સાથે આ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે, જીલ્લા કલેકટર અને હોસ્પિટલના સતાધીશોએ ઓર્ડર કર્યા બાદ ગેઇટ પર સિક્યુરીટી ગોઠવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલનાં પટાંગણમાં ટ્રાફિક સમસ્યા થતી હોય ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને આવવામાં તકલીફ પડતી હોય છે. તેમજ દર્દીઓ અને ડોકટર સ્ટાફ સિવાયના લોકો પણ પોતાના વાહનો અહીં જ પાર્ક કરી જતા હોય માટે આ રીતે સિક્યુરીટી ગોઠવવામાં આવી છે. જે માત્ર ડોકટર સ્ટાફ, મેડીકલ સ્ટુડન્ટ અને દર્દીઓના સગાને જ અંદર આવવા દેવામાં આવશે.

Latest Stories