જામનગર: નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન વોક અને સાયકલ રેલીનું આયોજન કરાયું

New Update
જામનગર: નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન વોક અને સાયકલ રેલીનું આયોજન કરાયું

આજે 5 જૂન વિશ્વ પર્યારણ દિન નિમિતે જામનગરની પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા ગ્રીન વોક અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે આ રેલી પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અંગેના બેનરો લઈ શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી.

આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે જામનગરની પર્યાવરણ પ્રેમી નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન વોક અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રીન વોક માં જામનગર મહાનગર પાલિકા ના અધિકારી અને કર્મચારીઓ, હોમગાર્ડ ના જવાનો, નેવીના વિદ્યાર્થીઓ અને બીએસએફ ના જવાનો જોડાયા હતા.

શહેર ના સર્કિટ હાઉસ ખાતે થી વહેલી સવારે સૌપ્રથમ સાયકલ રેલી ને ગ્રીન ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ ગ્રીન વોક ને લીલી ઝંડી આપવામાં આવી હતી આ સાયકલ રેલી અને ગ્રીન વોક સર્કિટ હાઉસે થી નીકળી શહેર ના લાલબંગલા ચોક, જિલ્લા પંચાયત, હોસ્પિટલ રોડ થી અંબર ચોકડી અને ત્યાથી ટાઉનહોલ પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

5 જૂન વિશ્વ પર્યાવરણ દિન એ વિશ્વ ના 174 જેટલા દેશો ઉજવે છેઅને પર્યાવરણ માં પ્રદૂષણ અટકાવવા તેમજ વૃક્ષો વધુ માં વધુ વાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તથા જામનગર શહેર માં 60 હજાર લિટર પેટ્રોલ અને 1.5 લાખ લિટર ડીઝલ નો વાહનો માં વપરાશ થાય છે. એ અનુસંધાને અને શહેર માં પ્રદૂષણ ના ફેલાય તેવા ઉદેશ્ય થી આ ગ્રીન વોક અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ તેમજ જાએમસીના અધિકારીઓ અને નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજા, ઉત્પલ દવે ઉપસ્થિત રહ્યા હતા.