/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-187.jpg)
જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિ ને લઈ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદ માં જિલ્લા કલેક્ટરે લોકોને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પત્રકાર પરિષદ માં જિલ્લા કલેકટરે આગમચેતી ના ભાગરૂપે લેવામાં આવતા પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ દરિયાકિનારા ના નીચાણ વાળા વિસ્તારોના 25 જેટલા ગામો ના અંદાજે 13900 જેટલા લોકોને સ્થાળાંતર કરવાની કામગીરી આવતી કાલથી શરૂ કરવામાં આવશે જામનગર સ્થિત સેનાની ત્રણેય પાંખ દ્વારા વાયુ વાવાઝોડા ને લઈને તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે અને કંટ્રોલરૂમ શરૂ કરાયા છે જેમાં નેવી ના 500 જવાનો અને ઇંડિયન આર્મી ની 7 ટિમ ને મદદ માટે ખડેપગે રાખવામા આવ્યા છે જ્યારે વાવાઝોડું અને વરસાદ પૂર્ણ થયા બાદ ફૂડ પેકેટ ડ્રોપ કરવા અને લોકોસુધી પહોંચાડવા માટે એરફોર્સ ની મદદ લેવામાં આવશે અને ફૂડપેકેટ બનાવવા અંતે કેટલીક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે આ ઉપરાંત એનડીઆરએફ ની ટિમ પણ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે પહોંચી ચૂકી છે જેમાં એનડીઆરએફ ના 28 જવાનો ને તેના સાધનો સાથે આપતી સમયે જરૂરિયાત સ્થળોએ પહોંચાડવામાં આવશે.