Connect Gujarat
ગુજરાત

જામનગર : સુવરડા ગામે 125 ફૂટ ઉંડા કુવામાં માતાની પુત્ર સાથે છલાંગ, જુઓ પછી શું થયું ?

જામનગર :  સુવરડા ગામે 125 ફૂટ ઉંડા કુવામાં માતાની પુત્ર સાથે છલાંગ, જુઓ પછી શું થયું ?
X

જામનગર નજીક સુવરડા ગામે માતાએ તેના 3 વર્ષીય પુત્ર સાથે 125 ફૂટથી વધારે ઉંડા કુવામાં છલાંગ લગાવી દીધી હતી. આસપાસથી દોડી આવેલાં લોકોએ કુવામાંથી માતાને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે મોકલી આપી હતી જયારે 3 વર્ષીય બાળક કુવામાં લાપત્તા બની જતાં તેની શોધખોળ ચાલી રહી છે.
જામનગર નજીક આવેલા સુવરડા ગામમાં આજે સવારે એક મહિલાએ તેના ત્રણ વર્ષીય પુત્રને સાથે રાખી કુવામાં છલાંગ મારી દીધી હતી. ઘટનાની જાણ થતાં ગામલોકો દોડી આવ્યાં હતાં અને કુવામાં પડેલા માતા અને પુત્રને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. કુવામાં પડેલી માતાને જીવતી બહાર કાઢી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી જયારે બાળક હજી પણ કુવાના પાણીમાં લાપત્તા છે. બાળકને શોધવા માટે લાશ્કરોએ શોધખોળ શરૂ કરી દીધી છે. કૂવામાં ઝંપલાવનાર માતાનું નામ રસિલાબેન છૈયાં અને ત્રણ વર્ષના પુત્રનું નામ શિવમ હોવાનું જાણવા મળ્યું હતું. આ કરૂણ ઘટનાને લઈને બાળકના પરિવારજનો અને ગામલોકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Next Story
Share it