/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/swati-story-fb_647_082116114223.jpg)
આજની નારી દરેક ક્ષેત્રે સફળતાથી આગળ વધી રહી છે. તે ઘર અને ઓફિસ બંનેને મેનેજ કરે છે. તેમ છતાં અમુક સમયે એવી ઘડી પણ આવી જાય છે કે તેના નોકરી અને ઘર બંને સાચવવા મૂશ્કેલ બની જાય છે. મહિલા દરેક બાબતે એક સમાધાન કરી શકે છે પણ એક માં સમાધાન કરી શકતી નથી. આવી જ ગડમથલમાં પૂનાની એક કર્મચારીએ ફેસબુક પર પોસ્ટ કરી છે.
પૂનામાં એક બેન્ક કર્મચારી પોતાના બિમાર બાળકને લઇને ઓફિસ આવી હતી. કારણકે ઓફિસમાં વર્કલોડ પણ બહુ જ હતો તે લીવ લઇ શકે તેમ નહોતી અને તેનું બાળક પણ બહુ બિમાર હતું. તેથી બંને જવાબદારીઓને નિભાવવા માટે તે પોતાના બાળકને લઇને ઓફિસ ગઇ હતી.
ત્યારબાદ સ્વાતિએ ફેસબુક પર એક હ્રદયસ્પર્શી પોસ્ટ કરી જેને અત્યાર સુધી લાખો લોકો લાઇક અને શેર કરી ચૂક્યા છે.
સ્વાતિએ તેની પોસ્ટમાં લખ્યું કે, ”જમીન પર કોઇ બાળક નથી ઉંઘી રહ્યું પણ મારા હ્રદયનો ટુકડો છે. તે બહુ બિમાર હતો અને બીજા કોઇની સાથે રહેવા તૈયાર નહોતો. મારે એક અરજન્ટ લોન રીલિઝ કરવાની હતી. તેથી, હું તેને મારી સાથે લઇ આવી. મે મારી બંને જવાબદારીઓ નિભાવી. હું માત્ર તે મંત્રીઓને સંદેશ આપવા માંગુ છું જેઓ એસેમ્બલીમાં ઉંઘે છે. “