જૂનાગઢ: કડીયાવાડમાં છેડતી મુદ્દે બે જૂથ બાખડ્યા, હોસ્પિટલમાં થઇ છૂટા હાથની મારામારી

New Update
જૂનાગઢ: કડીયાવાડમાં છેડતી મુદ્દે બે જૂથ બાખડ્યા, હોસ્પિટલમાં થઇ છૂટા હાથની મારામારી

જુનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રવિવારે મોડી સાંજે આઠ વાગ્યા ના અરસામા એક દલીત યુવતી શાકમાર્કેટ માં શાકભાજી લેવા ગયેલ ત્યારે શાકમાર્કેટ માં અજાણ્યા યુવકોએ યુવતી ની છેડતી કરી હોય અને યુવતીના પરિવારજનો અને યુવકો વચ્ચે બોલાચાલી થતા બહાર કોળી યુવકો અને સાથે તેમના સાથીદારો એ યુવતીના પરિવારજનો ઉપર તલવાર અને તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા પાંચ પુરૂષો અને બે મહિલાને ઇજા થવા પામી હતી

છેડતી થયેલ યુવતીના વડાલ ગામ ખાતે રહેતા તેમના મામા રાજુભાઇ વઘેરાએ જણાવ્યું હતું કે હુમલો કરનાર ગુંડા તત્વોએ બે દિવસ પહેલા એસ.પી.સાહેબની ગાડી સાથે રીક્ષા પણ અથાડેલ ત્યારે પણ પોલીસે કોઇ કાર્યવાહી કરેલ નહીં. આજે આ ગુંડા તત્વોએ હદ વટાવી તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરેલ હોય હાલ તો ઘાયલ થયેલ તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પણ કોઈ પોલીસ સ્ટાફ હાજર ન હતો.જેથી પોલીસ હાઈ હાઈ ના નારા પણ મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.આ લૂખા તત્વો હોસ્પિટલે પણ પહોંચ્યા હતા અને મહિલાના ટોળાએ લુખાને હોસ્પિટલમાં જ મારમાર્યો હતો.

આ સમગ્ર ઘટના કનેક્ટ ગુજરાતના કેમેરામાં કેદ થઈ હતી. તો મહિલાઓને દૂર કરી પોલીસે લુખાઓની અટક કરી હતી.ત્યારે ઘાયલ થયેલ સાત પેકી એક દર્દી ધીરજભાઇને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. હાલ તો પોલીસે ત્રણ શકમંદની અટકાયત કરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા અને પરિસ્થિતિ નો તાગ મેળવી હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આદેશ કરેલ હોય જેના પગલે મહિલા પોલીસ સહિત પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવેલ છે.