ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરીત બ્રિજ મોટી હોનારત નોંતરશે ! તંત્ર ક્યારે આળસ ખંખેરશે?

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે

New Update
  • ભરૂચના જંબુસર નજીકથી પસાર થાય છે ઢાઢર નદી

  • ઢાઢર નદી પર આવેલો છે 40 વર્ષ જૂનો બ્રિજ

  • બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં 

  • વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર

  • બ્રિજના તાત્કાલિક સમારકામની  માંગ

ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે
ભરૂચ જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતાં હજારો વાહનચાલકોના માથે ખતરો ઉભો થયો છે. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહયો છે. બ્રિજ જર્જરીત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહયો છે.જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ જે સૌરાષ્ટ્ર થી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે ત્યારે મહીસાગર નદી પરનો જર્જરીત પુલ ધરાશાયી થવા જેવી દુર્ઘટના બનવાની તંત્ર રાહ જોઈ રહી હોવાનું લાગી રહ્યું છે.કોંગ્રેસ અને વાહનચાલકો આ બાબતે તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે વારંવારની રજુઆત છતા કોઈ પરિણામ આવતું નથી અને લોકોએ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થવું પડે છે.
Latest Stories