New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/unnamed-6-2.jpg)
ચૂંટણીના પ્રચારમાં દીકરીઓની ઈજ્જતને મુદ્દે મચ્યો હોબાળો
એક તરફ રાજ્યોમાં ચૂંટણીને લઈને ભારે ગરમ માહોલ સર્જાયો છે ત્યારે જેડીયુના નેતા શરદ યાદવે દીકરીઓને લઈને શરમજનક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે.
શરદ યાદવે પોતાના પટના ખાતે એક નિવેદનમાં ચૂંટણીના મતને દીકરીની ઈજ્જત કરતા વધુ મહત્વનો જણાવ્યો હતો અને કહ્યું બેટીઓની ઇજ્જત કરતા વોટની વધુ ઈજ્જત છે. અને એક વખત વેચાઈ ગયો તો પછી સપનું પૂરું નહિ થાય.ત્યારબાદ તેમને આ મુદ્દે સફાઈ પણ આપી પરંતુ માફી માંગી ન હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને નોટિસ આપીને તમને આ મુદ્દે જવાબ માંગ્યો હતો.