New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/accident.jpg)
ઝઘડિયાનાં ગુમાનદેવ પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા.
ઝઘડિયાનાં ગુમાનદેવ મંદિર પાસે સાંજના સુમારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.પાણેથા તથા નેત્રંગ બાગોલીનાં યુવાનો નરેશ વસાવા, પિયુષ પટેલ, કિરીટ વસાવા, કલ્પેશકુમાર વસાવાના ઓની બાઈકો અથડાતા અકસ્માત સર્જાયો હતો.
સર્જાયેલા અકસ્માતમાં નરેશ વસાવા, પિયુષ પટેલનું મોત નિપજ્યુ હતુ, જ્યારે કિરીટ વસાવા, સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ઝઘડિયા પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.