/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dfgfdg-1.jpg)
ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે બે દિવસ પૂર્વે ધારોલી ગામના ફૈઝ કુરેશી ને બોરીદ્રા ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની અદાવતે ગામના કેટલાક યુવકોએ માર મારતા તેને ગંભીર પહોંચતા તેનું સુરત ની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,આ મામલા માં ઝઘડિયા પોલીસે ગણતરી ના કલાકો માં ૪ આરોપીઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામનો ફૈઝ સુલતાન કુરેશી બાઈક પર તેના મિત્ર સાથે ભરૂચ થી પરત આવતો હતો અને તે ગોવાલી થી બોરીદ્રા જતો હતો દરમ્યાન બોરીદ્રા ગામની શાળા પાસે તેને બોરીદ્રા ના કેટલાક યુવાનોએ તેને અટકાવ્યો હતો, ફૈઝ કુરેશીને થોડા સમય અગાઉ બોરીદ્રા ગામની આદિવાસી યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેની અદાવત રાખી બોરીદ્રા ના યુવાનોએ ફૈઝ કુરેશી ને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સુરત ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ઝઘડિયા પોલીસે બોરીદ્રા ગામના અજય વસાવા, વિનય વસાવા, વિકાશ વસાવા, દિનેશ વસાવા, અક્ષય વસાવા વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી તપાસ હાથ ધરતા પોલીસે અજય વસાવા, વિનીત વસાવા,દિનેશ વસાવા અને અક્ષય વસાવા ને ગણતરી ના કલાકો માં ઝડપી પાડી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.