New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/jagdiya-axident.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોરણ ગામ પાસે કેનાલ પાસેના રસ્તા પર થી પ્રસાર થતા ટ્રેકટર રોડ પરથી ઉપરથી બાજુમાં આવેલ ખાડામાં પલટી જતાં ટ્રેક્ટરમાં બેસી મુસાફરી કરતા ૧નું ઘટના સ્થળે મોત જ્યારે બીજા મુસાફરોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડાયા હતા.
અકસ્માતમાં મરણ જનાર હિતેન્દ્રકુમાર કનુભાઈ વસાવાનું ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત થયું હતું. જ્યારે વિજયભાઈ ગંભીરભાઈ વસાવા,રાહુલભાઈ વિજયભાઈ વસાવા,દીપેશ કુમાર કનુભાઈ વસાવાને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં જ ઝઘડિયા પોલીસે ઘટના સ્થળે પોહોંચી મૃતકની લાસનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.