/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/Jhagadiya_Policestation.jpg)
ભરૂચ જિલ્લાના ઝગડીયા ખાતે રહેતા ત્રણ સંતાનોના પિતાએ 11 વર્ષીય મુકબધીર માસુમ બાળા પર દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ઝઘડિયાના હનુમાન ફળીયામાં રહેતા અશોક ભીખા વસાવા પરિણીત અને ત્રણ સંતાન નો પિતા છે, તેમછતાં પિતા ધર્મ ભૂલી જઈને એક શ્રમજીવી પરિવારની 11 વર્ષીય મુકબધીર માસુમ બાળા પર નજર બગાડી હતી. અને કુદરતી હાજતે ગયેલી બાળકી ને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
નરાધમ અશોકના દુષ્કર્મ થી અસહ્ય દર્દ થી પીડાતી બાળાને માતા એ લોહી લુહાણ હાલતમાં જોતા તેણીએ સ્થાનિક અન્ય રહીશોની મદદ થી પોલીસ ને જાણ કરી હતી અને હવસખોર અશોક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.
ઝઘડિયા પોલીસે તેઓની ફરિયાદના આધારે બળાત્કારી અશોક વસાવા વિરુદ્ધ બળાત્કાર અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 ની કલમ મુજબ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. અને બાળકી ને તબીબી પરીક્ષણ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુકબધિર બાળાના પિતા બે વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યા હતા.જ્યારે તેણી ની માતા એ પોતાના સંતાનો ને મજૂરી કામ કરીને પાલન પોષણ કરી રહી છે.ત્યારે માસુમ બાળકી પર બનેલી ઘટના ના પગલે લોકોએ નરાધમ અશોક પર ભારે ફિટકાર વર્ષાવી રહ્યા છે.