/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/sddefault-10.jpg)
મરનાર તમામ યુ.પી.એલ.-૫માં કોન્ટ્રાકટમાં કામ કરી લેબર કોલોનીમાં રહેતા હતા.
ઝઘડીયા જી.આઇ.ડી.સીમાંં આવેલ યુ.પી.એલ.-૫ માં કોન્ટ્રાકટામાં કામ કરી લેબર કોલોનીમાં આવેલ પાણીની ટાંકીએ ઘોડો(સીડી) ધોવા ગયેલ પાંચ કામદારો પૈકી ૩ના પાણીની ટાંકીની દિવાલ અચાનક ધરાશાયી થતા દબાઇ જવાના પગલે મોત નીપજવાની ઘટના થી અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડીયા જી.આઇ.ડી.સી ખાતે આવેલ યુ.પી.એલ.-૫માં એચરેક એન્જીન્યરીંગના કોંન્ટ્રાકટમાં કામ કરી કોન્ટ્રાકટર દ્વારા ઝઘડીયાના દધેડા ગામે બનાવેલ પતરાના શેડની લેબર કોલોનીમાં રહેતા પાંચ કામદારો ઘરમવીર સીતારામ પાસવાન,જયપાલ યાદવ, હરાધન મેટે,સુરેન્દ્ર કુમાર અને બાબુ મંડલ તા.૧૫મીની રાતે ૧૧.૩૦ની આસપાસ પોતાની નોકરી પરથી પરત લેબર કોલોની ખાતે આવી લેબર કોલોનીમાં કામદારોને ન્હાવા-ધોવા બનાવાયેલ ઇંટોના ચણતર કરેલ પાણીની ટાંકીએ હાથપગ ધોવા તેમજ કંપનીએ કામે લઈ ગયેલ ઘોડો(સીડી) ઘોતા હતા.
દરમિયાન અચાનક પાણીની ટાંકીની દિવાલ ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જેમાં દિવાલ નીચે પાંચ કામદારો પૈકીના ત્રણ કામદાર ઘરમવીર સીતારામ પાસવાન (ઉ.વર્ષ. ૩૩) રહે. મૂળ ઔરંગાબાદ,બિહાર, જયપાલ તપેસ્યારાય યાદવ (ઉ.વર્ષ. ૫૦)રહે. બિહાર, હરાધન શેખેશ્વર મેટે (ઉ.વર્ષ. ૩૮) રહે. પ.બંગાળ તમામ હાલ રહેવાસી દધેડા લેબર કોલોની દબાઇ જતા તેમના ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. જ્યાતે તેમની સાથે ના બે કામદારો સુરેન્દ્ર કુમાર અને બાબુ મંડલને નાની-મોટી ઇજાઓ થતા તેમને તત્કાલ સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પીટલમા ખસેડાયા હતા. આ ઘટનાની જાણ ઝઘડીયા પોલીસ મથકે કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતકોની લાસને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.