ઝઘડીયા ઔદ્યોગિક વસાહત માં તસ્કરોનો આતંક

ભરૂચ જિલ્લા ના ઝઘડીયા મેગા એસ્ટેટ માં કાર્યરત ઉદ્યોગ ગૃહો માટે તસ્કરો સરદર્દ સમાન બની ગયા છે.
ઝઘડીયા ઉદ્યોગ નગરીમાં છેલ્લા 20 દિવસથી તસ્કરો એ ઉદ્યોગ ગૃહોને નિશાન બનાવવા નું શરુ કર્યુ છે.અને નાના ઉદ્યોગોમાં બનતી ચોરી ની ઘટના થી ઉદ્યોગ સાહસિકો માં ફફડાટ વ્યાપી ગયો છે.
ઝઘડીયા ઔદ્યોગિક વસાહત માં ચોરી નો ભોગ બનનાર ઉદ્યોગ એકમ ના સંચાલકો એ ભેગા મળીને ઝઘડીયા જીઆઇડીસી પોલીસ મથકમાં અરજી રૂપી ફરિયાદ આપીને તપાસ ની માંગ કરી હતી.પરંતુ હજી સુધી પોલીસ દ્વારા કોઈજ નકકર પગલા લેવામાં ન આવતા ઉદ્યોગ સંચાલકો ચિંતા ગ્રસ્ત બની ગયા છે.
જાણવા મળ્યા મુજબ ચોરી ની ઘટના સીસીટીવી કેમેરા માં પણ કેદ થઇ છે પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી ન થતા ઉદ્યોગ સંચાલકો એ જાતેજ રાતે ઉજાગરા કરીને ચોરીની ઘટના ને અંકુશમાં લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.અને પોલીસ તંત્ર આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉદ્યોગ સાહસિકો કરી રહ્યા છે.