ઝઘડીયા વિધાનસભા બેઠક ખરા ખારીનો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે, અને JDU દ્વારા ધારાસભ્ય છોટુભાઈ વસાવાની સામે છોટુ વસાવાને જ ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા જનતા દળ ( યુ ) માંથી અત્યાર સુધી ચૂંટાય આવતા હતા, જોકે નીતિશ કુમારનાં રાજકીય પક્ષ JDU અને શરદ યાદવ વચ્ચે ખટરાગ સર્જાતા ચૂંટણી પંચે છોટુભાઈ વસાવાને ઝટકો આપ્યો હતો, અને તેઓએ JDUનાં બેનર હેઠળ ચૂંટણી નહિ લડી શકે તેવો હુકમ કર્યો હતો.જેના કારણે ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં બેનર હેઠળ ઉમેદવારી નોંધાવી હતી.

જોકે નીતિશ કુમાર પ્રેરિત JDU માંથી ઝઘડીયા વિધાનસભા બેઠક પર છોટુ વસાવા નામનાં જ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

છોટુભાઈ વસાવા V/S છોટુ વસાવાને JDUએ મેદાનમાં ઉતારીને નવા જ રાજકીય સમીકરણો રચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here