ઠંડીના ચમકારા સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ 

New Update
ઠંડીના ચમકારા સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ 

ગુજરાત રાજ્ય ભરમાં 27 મી ડિસેમ્બરના રોજ સવારના ઠંડીની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના મતદાનની શરૂઆત થઇ છે.

ઠંડીના કારણે સવારના સમયે ક્યાંક મતદાન બુથો પર મતદારોની ઓછી ભીડ જોવા મળી હતી,તો બીજી તરફ કેટલાક મતદાન મથકો પર સવારથી મતદારોનો ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ હવે પ્રતિષ્ઠા ભર્યો જંગ બની ગયો છે.મતદાનની આગલી રાત એટલે કે કતલની રાત્રે ઉમેદવારોએ પણ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા હતા.હાલમાં સવારના 8 વાગ્યાથી શરૂ થયેલ મતદાન લોખંડી પોલીસ સુરક્ષા કવચ સાથે શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યુ છે.

ગુજરાત રાજ્યની 8953 ગ્રામ પંચાયતો ના 52116 વોર્ડ માટેનું મતદાન યોજાય રહ્યુ છે.રાજ્યભરમાં કુલ 1,65,98,983 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેમ જાણવા મળ્યુ છે.

Latest Stories