/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-38.jpg)
રોબો યુનિવર્સલ નામની બોગસ એનજીઓ બનાવી સરકારી ઓફિસમાં રૂમ રાખીને ખેડૂતોને છેતર્યા
ડાંગ જિલ્લાના ખેડૂતોને કરોડોની સહાય આપવાની લાલચે એક એનજીઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કચેરીમાં જ ઓફિસ વાપરવા લીધી હતી. બાદમાં ડાંગના ખેડૂતોને કોઈ સહાય ન આપતા જિલ્લા કલેકટરને આ એનજીઓ છેતરપિંડી કરી રહ્યાની શંકા ગઈ હતી. જે બાબતે તેમણે ખેતીવાડી અધિકારીને સૂચના આપી પોલીસ ફરિયાદ કરાવી હતી. ત્રણ જિલ્લાની સંયુક્ત પોલીસની ટીમોએ એનજીઓના મહિલા સંચાલકની સામે ગુનો નોંધી ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા સંચાલકે અધિકારીઓ અને નેતાઓને મોટી રકમ આપી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ડાંગ જિલ્લામાં આવાસ-શૌચાલયમાં કૌભાંડને લઈને રેન્જ આઈજી જ્ઞાનેન્દ્રસિંહ મલિક એ આજે ​​સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં ડાંગ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાયી હતી. જેમાં રોબો યુનિવર્સલ કંપનીનું નામ લઈને કેટલાંક ઈસમો આવ્યા હતાં. અને તેમણે અંદાજે 25 કરોડ રૂપિયાનું સીએસઆર ફંડ કરવાના હોવાની વાત કરી હતી. જોકે બાદમાં આ એનજીઓ દ્વારા છેતરપિંડી કરી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. વિવિધ સ્થળોએ તપાસ કરતાં વિવિધ બેન્કોની પાસબુક-ચેકબુક મળી આવી છે. કેટલાંક વાહનો પણ મળી આવ્યા છે. જેમાં એનજીઓની ડિરેક્ટર મહિલા ભાવેશ્રી દાવડાની અટકાયત કરવામાં આવી છે. પરંતુ તે પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહી. જેના કારણે વનધુ તપાસ માટે 10 દિવસનાં રિમાન઼્ડ માંગ્યા છે. જ્યારે રોબો યુનિવર્સલ કંપનીનો એમડી અંકિત મહેતા ફરાર છે. જ્યારે કલેકટર પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં કોઈ જ તથ્ય નથી.
સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, રોબો યુનિવર્સલ કંપનીનાં એમડી અંકિત મહેતા તથા ડિરેકટર ભાવેશ્રી દાવડાએ ગત 16-5-2017ના રોજ ડાંગ જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે મિટિંગ કરી હતી. તેઓ ડાંગમાં 25 કરોડ સી.એસ.આર. ફંડમાંથી વિવિધ યોજના માટે સહાય આપવાનું જણાવી કર્મચારીઓને બેઠક વ્યવસ્થા સરકારી કચેરીના રૂમની માંગણી કરી હતી. ખેતીવાડી કચેરી દ્વારા કલેકટરની મૌખિક સૂચનાના આધારે એક રૂમ ટેબલ-ખુરશી સાથે વાપરવા આપ્યો હતો. બાદમાં ખેતીવાડી અધિકારીને એનજીઓ દ્વારા તેમને બતાવેલા ડાંગના ખેડૂતોના વિકાસનું કામ થઈ ન રહ્યાનું માલુમ પડ્યું હતું. તેમજ બિનજરૂરી કોઈપણ હેતુસર સરકારી કચેરીના સરનામાનો દુરૂપયોગ કરી રહ્યા હોવાનું જણાયું હતું.
આ કંપની દ્વારા પાતળી મંડળીને ટ્રેકટર અને અન્ય ઓજારો ખરીદવા મંડળી પાસે રૂ. 1.50 લાખ ભરાવ્યા બાદ ટ્રેકટર કે અન્ય ઓજારો ન આપી રૂપિયા પરત કરી દેતા તેઓની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાઈ હતી. તેઓ લોકો સાથે છેતરપિંડી કરશે તેવી પ્રવૃત્તિ ધ્યાન પર આવતા કલેકટરનું ધ્યાન દોરી કંપનીનું અસ્તિત્વ છે કે નહીં તેની તપાસ કરવા ખેતી નિયામક ગાંધીનગરને 1 લી મે 2018 એ લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
આ એનજીઓનો માણસ બાદમાં 29 મી મે 2018 એ ના રોજ તેમને ફાળવેલા રૂમમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવવા લાગતા ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક મહેશભાઈ પટેલને ધ્યાને આવતા તેમને કેમેરા ફીટ કરવાનીના પાડી હતી. કલેકટરના રૂમમાં કંપનીના માણસને પ્રવેશવાની ના હોવાનું કહ્યું હોવા છતાં તમો કોના હુકમથી રૂમમાં પ્રવેશ કરો છો? એવું કહેવા છતાં તેઓએ સીસીટીવી ફીટ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. હાલ તો પોલીસે રોપી પાસેથી 9 લેપટોપ, એક મર્સડીઝ, બીએમડબલ્યુ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે 8 જેટલા રાજયોમાં તપાસ કરવામાં આવ્યું હતુ. આ રોબો યુનિવર્સલ નામની કોઈ કંપની જ નથી અને આ કંપનીના ડીરેટકટ અંકિત મહેતાની હજુ સુધી કોઈ માહિતી નથી મળી અને તેઓ પુણેથી મુબંઈ ભાગી ગયા હોવાની વાત વહેતી થઈ છે. ત્યારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.