New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/download.jpg)
દવાઓના નશા માટે થતા દુરુપયોગને અટકાવવા માટે તેને અલગ કલર કોડ આપવાની તેમજ જરૂરી પ્રિસ્ક્રીપ્શન સહિત પણ આપવાની માંગણી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગમાં લેખિત અરજી દ્વારા કરવામાં આવી છે.
નાર્કોટીકસ વિભાગના શિડયુલ એચ, એચ ૧, જી અને એક્સ માં આવતી દવાઓ કે જેનો નશા તરીકે દુરુપયોગ થાય છે તેને અલગ લેબલ અને પ્રિસ્ક્રીપ્શન સાથે વેચવામાં આવે તો ડોકટરો, વિતરકો, રિટેલર્સ અને પેશન્ટોને પણ ઓળખવામાં સરળતા રહી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દવાના નશા માટે થતા દુરુપયોગ અંગે આવી દવાના પેકીંગમાં મહત્વના ફેરફાર કરવામાં આવશે જેના કારણે દવાઓના વેચાણ સંબંધિત સમસ્યાઓ પણ હલ થશે, તેવું કહેવામાં આવી રહ્યુ છે.