દહેજની GFL કંપનીમાં કેમિકલ લીકેજથી 4 કામદારોને અસર

New Update
દહેજની GFL કંપનીમાં કેમિકલ લીકેજથી 4 કામદારોને અસર

કંપની દ્વારા અસર પામેલા કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

દહેજમાં આવેલી જી. એફ.એલ. કંપનીમાં બુધવારે રાતે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કેમિકલ લીકેજ થતા 4 કામદારોને અસર પોહચી હતી.

દહેજની જીએફએલ કંપનીમાં બુધવારે રાતે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળા પાઇપલાઇન માંથી કેમિકલ લીકેજ થતા તેનાં પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા 4 કામદારોને તેની અસર પોહચતા દોડધામ મચી ગઇ હતી. કેમિકલ લીકેજ થી અસર પામેલા ચારેય કામદારો ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતાં. ઘટના અંગે કંપનીના વી.પી. સુનિલ ભટ્ટે જણાવ્યું હતુ કે, લાઇન માંથી લીકેજ નાં પગલે કેમિકલ વછુંટતા 3 થી કામદારોને અસર પોહચી હતી.

જેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતાં તેમની હાલત સામાન્ય છે. કોઈ ગંભીર કે મોટી ઘટના બની નથી. કેમિકલ ક્યુ હતુ તે અંગે ની વિગતો બહાર આવી નથી. જોકે ગેસ ગળતર થયાની વાતે ભારે અફરાતફરી મચી જવા સાથે તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઇ હતી. ક્યાં કારણોસર પાઇપલાઈનમાંથી લીકેજ થયુ તેં અંગે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ તેમજ જીપીસીબી એ વધું તપાસ હાથ ધરી છે. ઉદ્યોગોમાં છેલ્લા કેટલાંક સમયથી અકસ્માતોના વધી રહેલા બનાવો ચિંતાજનક સ્થિતિનું સર્જન કરી રહ્યાં છે.

Latest Stories