/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dsasd.jpg)
તા. ૧૨/૦૭/૨૦૧૯ના રોજ, દહેજ ખાતે આવેલ દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન માં ડેવલપમેન્ટ કમિશ્નર અનિલ કુમાર ચૌધરી અને તેમના ધર્મપત્ની શ્રીમતી આભા ઝા ચૌધરી દ્વારા એક વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.શ્રીમતી આભા ઝા ચૌધરી ઈન્ડો-નેપાળ પોલિયો પ્રોગ્રામના વડા પણ છે. આ કાર્યક્રમમાં દહેજ સેઝ લી. તેમજ સેઝના કસ્ટમ અધિકારીઓએ ભાગ લીધો હતો. કસ્ટમના આસિસ્ટન્ટ કમિશ્નર દુષ્યંત કુમાર ત્યાગીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમ હેઠળ ડેવલપમેન્ટ કમિશ્નર દ્વારા દહેજ સેઝ તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવનાર સમયમાં આશરે ૪ લાખ વૃક્ષો વાવવાનું નિર્ધારણ કરેલ છે. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં આશરે ૧.૫ લાખ વૃક્ષો રોપાઈ ગયા છે.
આ પ્રશંગે ચૌધરીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થી આજુબાજુના વિસ્તારોમાં લોકોમાં વૃક્ષારોપણ વિષે જાગરૂકતા આવશે અને ગ્રીન મુવમેન્ટ વિષે સજાગ થશે.