દાંતા : ફીનોલેક્સ પાઈપ કંપનીનો સેવાયજ્ઞ, 7 વર્ષથી યાત્રાળુઓની કરે છે સેવા

ગુજરાતની શક્તિ પીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહા મેળામાં ઘણા સેવા કેમ્પો પદયાત્રીઓની સેવાઓ માટે ખડા પગે રહેતા હોય છે. જેમાં છેલ્લા 7 વર્ષથી ફીનોલેક્સ પાઈપ કંપની દ્વારા પણ માઈભક્તોની સેવા કરવામાં આવી રહી છે. સાબરકાંઠાના વડાલી અને બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક કંપની પોતાના સેવા કેમ્પો ઉભા કરી માઈભક્તોની સેવા કરે છે. બંને સેવા કેમ્પો પર 50 -50 વ્યક્તિઓ સેવામાં ખડે પગે હાજર રહે છે. જેમાં કંપનીના ડિલરો સહિત કંપનીના જવાબદાર અધિકારીઓ પણ સેવા આપતાં હોય છે. બંને સેવા કેમ્પોમાં મેડિકલ સેવા, ઉપરાણા અને માં અંબેની પ્રસાદી આપવામાં આવે છે.
છેલ્લા સાત વર્ષથી સેવા કરતાં કંપનીના આ સેવા કેમ્પમાં પદયાત્રા કરી આવતા લાખો માઈભક્તો પણ સેવા લઈ કેમ્પ સંચાલકોની સેવાને બિરદાવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફીનોલેક્સ પાઈપ કંપનીના સેવા કેમ્પના કાર્યને પણ દર વર્ષે વખાણવામાં આવે છે અને સાથે જ સન્માનિત પત્ર આપી ભાવથી સન્માન પણ કરવામાં આવે છે. આ કેમ્પમાં સેવા જ માત્ર હેતુ નથી સાથે સાથે આવતા પદયાત્રીઓ માટે સ્વચ્છતા માટેનું પણ એટલુંજ ધ્યાન રાખવામાં આવે છે. જેથી માઈ ભક્તો પણ સેવાની એનેરી હૂંફ મેળવી પોતાની થકાનને દૂર કરે છે.આ વિશે ફીનોલેક્સ પાઈપ કંપનીના ગુજરાત સેલ્સ મેનેજર જોડે વાત કરતા સેવા કેમ્પ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.