દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલી મટન માર્કેટમાંથી દાહોદ ટાઉન પોલીસે ૪૨૦૦ કીલો મટન ઝડપાયું

New Update
દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલી મટન માર્કેટમાંથી દાહોદ ટાઉન પોલીસે ૪૨૦૦ કીલો મટન ઝડપાયું

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પોલીસ ચોકી નંબર પાંચની બાજુમાં આવેલી મટન માર્કેટમાં શુક્રવારની સવારે બાતમીના આધારે દાહોદ ટાઉન પોલીસનો કાફલો ઘસી આવ્યો હતો.

મટન માર્કેટની ૧૬ મટનની દુકાનમાં અચાનક તપાસ કરતા દાહોદ પોલીસને ૧૬ દુકાનદારો પાસે રાખેલું ૪૨૦૦ કીલો મટન ઝડપી પાડી તેનો નાસ કરવા માટે ટ્રેકટરની ટોલીમાં ભરી દાહોદ નગર પાલિકાની ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કચરા વેસ્ટ ગોડાઉનમાં ખાડો ખોદી નાશ કરવામાં આવયો હતો તેમજ દરેક દુકાનદારના મટનનું સેમ્પલ લઈને આ મટન ગૌમાંસ છે કે નહી તે જાણવા માટે નમુનાનું સેમ્પલ સુરત ખાતેની લેબમાં મોકલી આપવામાં આવ્યું છે.

તે પછીજ દાહોદ પોલીસ આ દુકાનદારો સામે કાયદાકીય કાર્યવાહી કરશે તેવુ જાણવા મળ્યું હતું. તેમજ આ રેડ કરવા માટે એક પી.આઈ એક પી.એસ.આઈ તેમજ ૨૦ પોલીસ કોસ્ટેબલનો કાફલો ખડકી દેવામાં આવયો હતો તેથી આ વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બનવા પામે.

Latest Stories