દાહોદ :અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્તિથીમાં જનવેદના આંદોલન,રેલી કાઢી આવેદન

દાહોદ કેન્દ્રની તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને સરેઆમ
નિષ્ફળતાઓને પરિણામે સર્જાયેલી આર્થિક મંદી બેરોજગારીમાં વિક્રમજનક વધારો
અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે ખેડુતોની આર્થિક બરબાદી પાક વીમો ન મળવો કાયદો
વ્યવસ્થા પડી ભાંગવી આવશ્યક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો બેંકો ની વ્યવસ્થા તૂટી
પડવી વગેરે જેવી સમસ્યાઓથી પ્રજા હાડમારી સહન કરી રહી છે આ સંદર્ભમાં આ સમસ્યાઓના
લીધે પ્રજાની વેદનાને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા
બુધવારના રોજ ગાંધી ગાર્ડન સ્ટેશન રોડ દાહોદ ખાતેથી સંવેદના આંદોલન કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું આ સદર કાર્યક્રમમાં પ્રદેશ નેતાઓ પ્રદેશ કોંગ્રેસના
નેતાઓ તથા ધારાસભ્યશ્રીઓ હાજર રહયા હતા તેમજ દાહોદ જિલ્લાના કોંગ્રેસના
કાર્યકર્તાઓ દાહોદ જિલ્લાના ખેડૂતો બેરોજગાર યુવાનો વેપારી મિત્રો તમામ સમાજના
આગેવાનો વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્તિથ રહયા હતા
રાજીવ સાતવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રભારી અને ત્યાર બાદ ગડીના કિલ્લા ખાતે આવેલી પ્રાંત અધિકારી દાહોદને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઇ ચાવડા તથા દાહોદ જિલ્લાના ત્રણેય ધારાસભ્યો તેમજ દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રભારી કીરીટ પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો વિધાર્થીઓ તેમજ દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહયા હતા અને આ રેલીને સફળ બનાવી હતી.