/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-51.jpg)
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સ્વાઈન ફલુનો કેર યથાવત છે. જેને લઇ દિલ્હી આરોગય વિભાગની એક ટીમ આવતીકાલે રાજકોટ આવશે.
રાજકોટ આવી સૌ પ્રથમ તેઓ એક સર્વે હાથ ધરશે તો સાથો સાથ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. તો દિલ્હી આરોગય વિભાગની ટીમ રાજકોટ આવે તે પુર્વે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં 9 જેટલાં વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આમ 9 વ્યક્તિઓના મૃત્યુ થતા સ્વાઈન ફલુથી થતા દર્દીઓનો મૃત્યુ આંક 85 પર પહોચ્યો છે.
તો અત્યાર સુધી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલુના 356 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. તાજેતરમાં જ મુખ્યપ્રધાને રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે નવી બેડ સીટસ આપવાનુ જણાવ્યુ હતુ. આથી રાજકોટ કલેકટર તંત્ર દ્વારા નવી 1200 જેટલી બેડ શીટ્સ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના તમામ સરકારી હોસ્પીટલમાં પણ નવી બેડ શીટ્સ આપવામાં આવી છે.