દીપિકા અને ઈરફાનની જોડી ફરી રૂપેરી પડદે જોવા મળશે

New Update
દીપિકા અને ઈરફાનની જોડી ફરી રૂપેરી પડદે જોવા મળશે

દીપિકા પદુકોણ ફિલ્મમાં વિવિધ ભૂમિકાઓ પર ભાર આપી રહી છે. આગામી ફિલ્મમાં દીપિકા મહિલા ડોનનું પાત્ર ભજવતી જોવા મળશે. ઈરફાન પણ તેને આ ફિલ્મમાં પતિની હત્યાનો બદલો લેવામાં સાથ આપતો જોવા મળશે.

દીપિકા પદુકોણની આ ફિલ્મ માફિયા કિવન્સ માફિયા પુસ્તક પર આધારિત છે. જેમાં દીપિકા પદુકોણ મહિલા ડોન રાહિમા ખાન ઉર્ફે સપના દીદીનું પાત્ર ભજવશે. તે પોતાના પતિની હત્યાનો બદલો લેવા દાઉદ ઇબ્રાહિમ જેવા નામચીન ગુંડાને મોતને ઘાટ ઉતારવાની યોજના કરે છે. જેમાં ઈરફાન તેને સાથ આપે છે. ઈરફાન દીપિકાને ચાહતો હોવાનું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે. જોકે દીપિકા પોતાનો આ પ્લાન પાર પાડે એ પહેલા આ વાત દાઉદના કાને જાય છે. અને ગેંગસ્ટર તેની હત્યા કરી નાખે છે.

દીપિકા રૂપેરી પડદે વિવિધ પાત્રો ભજવવા પર હાથ અજમાવી રહી છે. તેણે સામાન્ય યુવતીની સાથેસાથે ઐતિહાસિક પાત્રો પણ ભજવે છે અને હવે મહિલા ડોન જેવા પાત્ર ભજવવાનો અનુભવ લઈ રહી છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.