/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-64.jpg)
દેવડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભયજનક સપાટી વટાવી ગયું હોવાને કારને ઢાઢર નદીમાં ૮૦૦૦ ક્યુસેક પાણી છોડવામા આવ્યુ છે. ત્યારે ડભોઇ ઢાઢર નદીના કિનારે આવતા ૧૦ જેટલા ગામો ને હાઇએલર્ટ જાહેર કરાતા દરેકગામોમાં નદી કિનારે વસતા લોકોને સ્થળાંતરની કામગીરી હાથ ધરવામા આવી છે. કોઇ જાણ હાની ન થાય તે માટે જાતે ડભોઇ પ્રાંતઅધીકારી, મામલતદાર, અને અન્ય અધીકારીઓ એ ગામોની મુલાકાત લઇ જરૂરી સુચનો કર્યા છે.
ડભોઇનાનવાપુરા,રાજલી, અંગુઠણ, થુવાવી, ઢોલાર, કરાલીપુરા, બહેરામપુરા, ચાંદોદ, કરનાળી, નંદેરીયા સહિતના ગામો જે ઢાઢર નદીના કિનારે આવેલા છે. હાલ ઉપરવાસ મા વધુવરસાદ ને કારને ૮૦૦૦ ક્યુસેક પાણી દેવડેમ માંથી ઢાઢર નદીમાં છોડવામાં આવ્યુ છે. જેને કારણે ડભોઇ તાલુકાના ૧૦ ઉપરાંત ગામો ને હાઇએલર્ટ જાહેર કરતા પ્રાંતઅધીકારી હિમાન્સુ પરીખ, તાલુકાવીકાસ અધીકારી, ડી.જી.દેશાઇ, મામલતદાર ડી.કે.પરમાર સહિત ડભોઇ નગર આગેવાન વિરપાલભાઇ રાજ, વકીલ અશ્વીનભાઇ પટેલ, નગીનભાઇ પટેલ, અલ્પેશશાહ સહિત આગેવાનો એ દરેક ગામની મુલાકત લઇ નદીકિનારે વસતા લોકોને સુચનો આપી સ્થળાંતરની કામગીરી હાથ ધરવામા આવી હતી.
સાથે સાથે સ્થળાંતર કરેલા દરેક ગ્રામજનો ને જમવા અને નજીક ના ઉંચાન વાડા ધર્મશાળા, પ્રાથમીક શાળાઓ એ સ્થળાન્તર કરવા સુચનો કરવામા આવ્યા હતા. દેવડેમ થી પાણી છોડાતા લગભગ ૭ વાગ્યા સુધી પાની ડભોઇના ભીલાપુર સુધી આવી જતા ભીલાપુર પાસે આવેલો ડભોઇ વડોદરા રોડ પણ બંધ કરવા ફરજ પડે તો તે માટે પણ જાહેર કરવમા આવ્યુ છે. તેવુ નાયબ કલેક્ટર હિમાન્સુ પરીખે જ્ણાવ્યું હતું.