દેવભૂમિ દ્વારકા : જીવના જોખમે કોઝ-વે પસાર કરતાં 3 લોકો ડૂબ્યા, કારચાલક પણ ફસાયો પાણીમાં..!

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપુર આવતા કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે જીવના જોખમે કોઝ-વે પસાર કરતો ફોર વ્હીલરનો ચાલક પાણીમાં જોખમ લેતા અટવાયો હતો, જ્યારે 3 લોકો પાણીના પ્રવાહમાં ડૂબતાં 2 લોકોનું મોત નીપજ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના હડમતીય નજીક આવેલ ભંગ નદીમાં વરસાદના કારણે પાણીની ભારે આવક થતાં નદી ગાંડિતુર બની છે. જોકે નદી ઉપર બનાવવામાં આવેલ કોઝ-વે પર ધસમસતા પાણીના પ્રવાહમાં પણ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા હતા. જેમાં સ્થાનિકોએ રસ્તો પસાર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો, જ્યારે બાઇકચાલકો પણ જોખમી રીતે રસ્તો પસાર કરતાં નજરે પડ્યા હતા. ઉપરાંત એક ફોર વ્હીલર કારનો ચાલક કોઝ-વેના પાણીમાં જોખમ લેતા અટવાઈ પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ચેકડેમો અને કોઝ-વે પાણીથી છલોછલ થયા છે, ત્યારે ખંભાળીયા નજીક કોઝ-વે પરથી પસાર થતાં માલેતાના 3 લોકો પાણીમાં તણાયા હતા. ઘટનામાં 3 પૈકી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here