દેવભૂમિ દ્વારકા : બીટકોઈન મામલે ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર ફાયરિંગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરાધના ધામ નજીકચકચારી બીટકોઈન મામલે ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર ફાયરીંગ કરાયું હતું. ફાયરીંગમાં નિશા ગોંડલીયાનો બચાવ થયો છે.
જામનગરથી
ચકચારી બીટકોઈન મામલે ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના
ખંભાળિયા નજીક આવેલ આરાધના ધામ નજીક 2 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. નિશા
ગોંડલીયાને માથાના ભાગે ઇજા પહોંચાડી શખ્સો ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત નિશા
ગોંડલીયાને સારવાર અર્થે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિશા
ગોંડલીયાએ ભુમાફિયા જયેશ પટેલ સહિત યશપાલ જાડેજાએ ફાયરિંગ કરાવ્યું હોવાની શક્યતાઓ
જણાવી હતી. બનાવની જાણ પોલીસને થતાં ઇન્ચાર્જ એસપી સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી
આવ્યો હતો. ત્યાર બાદ દેવભૂમિ દ્વારકા પોલીસે પણ નિશા ગોંડલીયાને ઘટના સ્થળે લઈ જઈ તપાસ
શરૂ કરી હતી. જેમાં ઘટના સ્થળેથી ફાયરિંગ કર્યા બાદ ગોળીનું એક કાર્ટિજ મળી આવ્યું
હતું તેમજ અન્ય પુરાવાઓ પણ પોલીસે એકઠા કર્યા હતા.