દેવ દિવાળીનાં પાવન અવસરે ધોળકા રાય યુનિવર્સિટીમાં " રતનપુર "ફિલ્મની ટીમે કરી ઉજવણી

New Update
દેવ દિવાળીનાં પાવન અવસરે ધોળકા રાય યુનિવર્સિટીમાં " રતનપુર "ફિલ્મની ટીમે કરી ઉજવણી

પ્રોલાઈફ એન્ટરટેનમેન્ટ પ્રા.લી.દ્વારા નિર્મિત મર્ડર મિસ્ટ્રી ગુજરાતી ફિલ્મ " રતનપુર " હવે ટૂંક સમયમાં જ રિલીઝ થશે. ફિલ્મનાં ટીઝરને દર્શકો ખુબજ પસંદ કરી રહ્યા છે, અને ફિલ્મની રિલીઝની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને રતનપુર ફિલ્મથી એક નવી જ દિશા મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેવ દિવાળી પર ફિલ્મનાં પ્રોડયુસર એમ.એસ.જોલીનાં માર્ગદર્શન હેઠળ ફિલ્મની ટીમે ધોળકાની રાય યુનિવર્સિટીમાં ફિલ્મનું પ્રમોશન કરીને ઉજવણી કરી હતી. આ અવસરે યુનિવર્સિટીમાં ફ્રેશર પાર્ટી પણ હતી તેથી ફિલ્મનાં કલાકરોએ આ ક્ષણને જીવનની યાદગાર ક્ષણ ગણવી હતી.

ફિલ્મ અભિનેતા તુષાર સાધુ, અભિનેત્રી પ્રિયંકા તિવારી, જિમ્મી નંદા સહિત ફિલ્મનાં પ્રોડયુસર એમ.એસ.જોલી, કો.પ્રોડયુસર યોગેશ પારિક, એક્ઝીક્યુટીવ પ્રોડયુસર શૈલેષ ડોડીયા, ફિલ્મનાં દિગ્દર્શક વિપુલ શર્માએ વિદ્યાર્થીઓને રતનપુર ફિલ્મનાં નિર્માણ સહિતની જરૂરી માહિતી પુરી પાડી હતી.

રતનપુર ફિલ્મનું ટીઝર ગત તારીખ 7મી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મ રસિકોને આ ફિલ્મ મર્ડર મિસ્ટ્રીની એક અનોખી વાર્તા સાથેનું મનોરંજન પૂરું પાડશે.

રતનપુર ફિલ્મની સ્ટોરી મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે, અને ગુજરાતનાં અલભ્ય સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યુ છે. ફિલ્મની શરૂઆત થી તેના અંત સુધી દર્શકોને ફિલ્મની વાર્તા જકડી રાખશે.

ફિલ્મ દિગ્દર્શક વિપુલ શર્માએ જણાવ્યુ હતુ કે રતનપુર ફિલ્મને ગુજરાતની ધરતી સાથે જોડાયેલી અને સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે, અને વાસ્તવિકતાની સાથે ઇન્ટરનેશનલ સ્તરની ફિલ્મ બનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ફિલ્મ રહસ્યમય છે અને દર્શકો માટે ઉત્તેજનાસભર બની રહેશે, ફિલ્મમાં એક ગીત છે, જેમાં જાણીતી બોલીવુડની ગાયિકા સુનિધિ ચૌહાણે સ્વર આપ્યો છે. અને ગીતનું શૂટિંગ જેસલમેર અને ગોંડલ મહેલનાં સ્થાનો પર કરવામાં આવ્યુ છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ફિલ્મની સ્ટોરી દર્શકોને અંત સુધી જકડી રાખશે અને ફિલ્મની સ્ટોરી આગળ વધતા પ્રેક્ષકોને ફિલ્મમાં હવે પછી શું થશે તે રહસ્યને જાણવાની જીજ્ઞાશા રહેશે. જ્યારે રહસ્યનો પર્દાફાશ થશે ત્યારે દર્શકો માટે તે ખુબ જ આશ્ચર્યજનક બાબત હશે.

આ ઉપરાંત ફિલ્મમાં સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ફિલ્મમાં ગુજરાતી અભિનયનો ઉદ્દેશ કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ પર લાવવાનો છે, અને કલાકારોને ભાવિ પ્રયત્નો માટે પણ આ ફિલ્મ ગ્રોથ એન્જીન સમાન બની રહેશે.