/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/02-10-2018-Gandhi-jayanti-6.jpg)
વલસાડ ખાતે ગાંધી જયંતિની ભવ્યા ઉજવણી, એસ.ટી. ડેપો ખાતે યોજાયી સફાઇ ઝુંબેશ
વલસાડ જિલ્લામાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી રાજયના સામાજિક ન્યામય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારની ઉપસ્થિ્તિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે, બાઇબલ પછી સૌથી વધુ જો વાંચન થયુ હોય તો તે ગાંધીજીના સત્યના પ્રયોગોના પુસ્તકનું વાંચન થયું છે. ગાંધીજીનું જીવન પ્રેરણાદાયક છે. ગાંધીજી દઢ સંકલ્પન કરનારા હતા. દઢ સંકલ્પા કરનાર જ મહાપુરૂષ બની શકે, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિને આપેલી અનામતએ ૧૯૩૨ માં ડો.બાબાસાહેબ આંબેડકર અને પૂ.ગાંધીના વિચારોની દેન છે. મંત્રીશ્રી પૂજય ગાંધીજીના જીવનના સંસ્મઆરણો રજૂ કર્યા હતા.
મંત્રીએ વધુમાં જણાવ્યુંમ હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની ઓળખ માટે મહાત્માવ મંદિર બનાવવા રાજયના ગામે ગામથી માટી મંગાવી મંદિરના પાયામાં નાંખીને સૌને ગાંધી વિચાર સાથે જોડયા છે. સ્વચ્છતાના આગ્રહી ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલિ અર્પવા સ્વચ્છતા મિશન કાર્યક્રમ શરૂ કર્યો છે. જેઓ ૨ જી ઓકટોબર ૨૦૧૯ સુધીમાં ભારત દેશને સંપૂર્ણ સ્વચચ્છં બનાવવા કાર્ય કરી રહયા છે.
ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સ્વ ચ્છતતાક્ષેત્રે ઉત્કૃાષ્ઠ સેવા આપનાર સફાઇ કામદારો તથા સ્વયચ્છ તા અંગે નિબંધ, વકૃત્વૌ તથા ચિત્રકામના વિજેતા વિદ્યાર્થીઓનું મંત્રીશ્રીના હસ્તેત સન્માન કરવામાં આવ્યુંમ હતું. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોએ એસ.ટી. ડેપો ખાતે સામુહિક સફાઇ ઝુંબેશ કરી હતી. આ કાર્યક્રમમાં બાઇ આંવા બાઇ હાઇસ્કૂનલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.