New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/jZ2rPw3K.jpg)
ધાનેરાના ધાખા ગામે નજીવી બાબતે તકરાર થતાં સગા ફોઈના છોકરાએ મામાના છોકરાનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે સંબંધોનો થોડો પણ વિચાર કર્યા વગર ઉશ્કેરાઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી ડુંગડોલ ગામનો પ્રકાશ માજી રાણા ફરાર થઈ ગયો હતો.
જ્યારે લોહીથી લથપથ રત્નાભાઈ માજી રાણા મામાના દીકરાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની ધાનેરા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ધાખા ગામે પહોંચી મૃતદેહનને પીએમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા પ્રકાશની શોધખોળ હાલમાં હાથ ધરી છે.