/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/WhatsApp-Image-2018-11-22-at-10.35.17-PM.jpeg)
ભરૂચ કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી કરી હતી છ માસની સજા
ભરૂચ જિલ્લાની કોર્ટે સજા ફટકારેલ આરોપીને ઝડપી પાડવાના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકા પોલીસ મથકની ટીમે સજાથી બચવા નાસતા ફરતા ત્રાલસા કોઠીના આરોપીને ઝડપી પાડી સબ જેલના હવાલે કર્યો છે.
પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર ત્રાલસા કોઠીના રહેવાસી ઉસ્માન યુસુફભાઇ પટેલને ભરૂચ નામદાર કોર્ટના ત્રીજા સિવીલ જયુડિશ્યલ ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટે આરોપી ઉસ્માન પટેલને ધી નેગોશીયલ ઇન્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવીને છ માસની સજાનો હુકમ તા. ૨૪/૦૯/૨૦૧૮ના રોજ કરવામાં આવ્યો હતો.જે હૂકમ થયેથી આરોપી સજાથી બચવા નાસતો ફરતો હતો.જેની બાતમી ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ બી.ડી.વાઘેલા તથા તેમની ટીમને મળતા તેમણે વોચ ગોઠવી સજાથી નાસતા ફરતા આરોપી ઉસ્માન પટેલને ઝડપી પાડી ભરૂચ સબ જેલને હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.