ધોરાજી સોનાની લૂંટ ની ઘટના માં 6 આરોપીઓ ઝડપાયા 

New Update
 ધોરાજી સોનાની લૂંટ ની ઘટના માં 6 આરોપીઓ ઝડપાયા 

રાજકોટ ના ધોરાજી ખાતે મુથુટ ફાયનાન્સની ઓફિસમાં 5 કિલો સોનાની લૂંટની ઘટનામાં પોલીસે 24 કલાક માંજ ઘટનાનો ભેદ ઉકેલી કાઢયો છે.અને 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

રાજકોટના ધોરાજીમાં તારીખ 26મી ની સવારે મુથુટ ફાયનાન્સ ની ઓફિસમાં હથિયાર ધારી લૂંટારુઓએ બંદૂક અને ચપ્પુની અણીએ 5 કિલો સોનુ કિંમત રૂપિયા 90 લાખના મુદ્દામાલ ની લૂંટ ચલાવી હતી.જોકે 24 કલાકમાં જ રાજકોટ રૂલર પોલીસે 6 આરોપીઓ ની ધરપકડ કરી હતી.

જાણવા મળ્યા મુજબ ધોરાજી તાલુકાના કલાણા ગામમાં રહેતો અને સસ્તા અનાજની દુકાન ધરાવતો અશ્વિન દિનેશ ચૌહાણની આર્થિક પરિસ્થિતિ કહરબ હોવાના કારણે અને દેવું વધી જવાના કારણે લૂંટનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.અને હથિયાર તેમજ બાઈક આપીને લૂંટ બાદ ત્રણેય લૂંટારુઓને બહાર કાઢવાનું કામ ચોટીલાના પ્રવીણ ગીગા વાળાએ કર્યું હતું,જયારે સફળતા પૂર્વક લૂંટને પાર પાડવા માટે માણસો લાવવાનું કામ વીરપુરના રવિ લક્ષ્મણ ચાવડાએ કર્યું હતુ.

આ ત્રણેયની ધરપકડની સાથે પોલીસે લૂંટને અંજામ આપનાર સુનિલ દિનેશ ભાસ્કર,અશોક રવજી પરમાર અને રાજેશ ઉર્ફે ભૂરો પરબત બગડાની પણ ધરપકડ કરીને લૂંટેલા સોનાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

પોલીસે લૂંટારુઓની માહિતી આપનાર માટે રૂપિયા 2 લાખના ઇનામની પણ જાહેરાત કરી હતી.વધુમાં લૂંટારુઓ લૂંટને અંજામ આપીને ધોરાજી હાઇવે પરથી પ્રસાર થયા હતા અને તેઓ સીસીટીવી કેમેરામાં પણ કેદ થતા પોલીસે નાકાબંધી કરીને તેઓને દબોચી લીધા હતા.લૂંટ પાછળનો તેઓનો બીજો હેતુ માત્ર મોજશોખ કરવાનો હોવાનું પણ પોલીસ જણાવી રહી છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.