/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/narmada_ttd_SardarSarovarr.jpg)
નર્મદા ડેમ વિસ્તારને સીસીટીવી કેમેરા થી સજ્જ કરીને સુરક્ષા વધારવામાં આવશે, અને ડેમ અંગેની પળેપળની માહિતી પોલીસ અને વહીવટી તંત્રને મળે તે માટે સુરક્ષા હેતુસરને ધ્યાનમાં રાખીને કેમેરા ગોઠવવામાં આવશે.
નર્મદા ડેમ પર સીસીટીવી કેમેરા લગાડવાની માંગ 1998 થી પેન્ડીંગ પડી રહી હતી, હવે મોદીના આગમન પછી ડીજીટલ ઇન્ડિયા ટેક્નોલોજીનો ઉપયોગ સર્વ પ્રથમવાર નર્મદા જિલ્લામાં અમલી બનશે, આ માટે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઇ હોવાનું પણ જાણવા મળ્યુ છે.
રાજપીપળા સ્થિત મહત્વના પોઇન્ટ પર આધુનિક કેમેરા લગાડવામાં આવશે, જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના જણાવ્યા અનુસાર જંગલ પહાડી વિસ્તારોમાં કનેક્ટીવીટી ન હોવાથી સંપર્ક કપાઈ જતો હોવાથી જિલ્લામાં સીસીટીવી કેમેરા કામ આવશે, ચોરી ગુનાખોરી પણ ડિટેકટ થશે, પાંચ કરોડના ખર્ચે આકાર લઈ રહેલો પ્રોજેક્ટ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે.