નર્મદા ધારીખેડા સુગરના આ પગલાથી પર્યાવરણની સાથે ખેડૂતો થયા પગભર

New Update
નર્મદા ધારીખેડા સુગરના આ પગલાથી પર્યાવરણની સાથે ખેડૂતો થયા પગભર

નર્મદા અને ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન

ધારીખેડા સુગર ફેકટરીમા 7 લાખ ટનના લક્ષ્યાંક સાથે શેરડીના પિલાણની શરૂઆત કરાઈ છે.

એ દરમિયાન ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, ધારીખેડા સુગર ફેકટરી છેલ્લા 3 વર્ષથી વૈજ્ઞાનિક

પદ્ધતિથી તૈયાર કરેલા બિયારણો ખેડૂતોને એમના ખેતર સુધી પહોંચાડે છે. એ બિયારણના

પૈસા ખેડૂતના શેરડીના પાકના વળતર માંથી વ્યાજ વિના કાપવામાં આવે છે.જેથી ખેડૂતોને

શરૂઆતમાં બિયારણમાં પૈસાનું રોકાણ પણ કરવું નહીં પડે.

બીજી આમા ખાસ બાબત એ છે કે અગાઉ 1 એકર ખેતરમાં

ખેડૂતો 3 ટન શેરડીના નાના-નાના ટુકડા રોપતા હતા. જ્યારે વૈજ્ઞાનિક ઢબે તૈયાર

કરાયેલું બિયારણ ફક્ત અડધો ટન રોપવું પડે છે જેથી 2.50 ટન શેરડીના ટુકડાનું

રાષ્ટ્રીય નુકશાન અટકે,આનો

સીધો ખેડૂતોને જ લાભ થાય.હવે વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલું આ બિયારણ પણ સ્થાનિક

ખેડૂતો જ તૈયાર કરે છે.જેના થકી એમને શેરડીના પાકના વળતરની સાથે સાથે બિયારણ

બનાવવાની પણ મજૂરી મળે છે.

હાલ દેશમાં ત્રીજો અને ગુજરાતમાં પ્રથમ ડાયરેકટ

શેરડીના રસ માંથી ઇથેનોલ બનાવતો પ્લાન્ટ ધારીખેડા સુગરમાં કાર્યરત કરાયો છે.ઇથેનોલ

બનાવતી બીજી બધી કંપનીઓ કાર્બન ડાયોક્ષાઇડને હવામાં છોડી દે છે જેને કારણે

પર્યાવરણને પણ નુકશાન થાય છે.જ્યારે ધારીખેડા સુગર ફેકટરીમાં કાર્યરત ઇથેનોલ

પ્લાન્ટ માંથી નીકળતો કાર્બન ડાયોક્ષાઇડ અમે સંગ્રહ કરી એનું વેચાણ કરાશે,જેથી ખેડૂતોને શેરડીના સારા ભાવો તો મળશે જ પણ સાથે

સાથે પર્યાવરણનું નુકશાન પણ અટકશે. 

Latest Stories