/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/19185306/02-4.jpg)
નલીયા એરફોર્સ
સ્ટેશન દ્વારા આયોજિત સદભાવના સાયકલ રેલીને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એેર
કોમોડર આઇ.આઇ.કુત્પ્પાએ ફ્લેગઇન કરીને સાયકલવીરોનું કર્યુ ઉષ્માભર્યુ સ્વાગત
નલીયાથી અંદાજે
૬૫૦ કિ.મી.નું અંતર કાપીને ૬ દિવસમાં કેવડીયા-SOU આવી પહોંચેલા ૨૫ જેટલા સાયકલવીરો ભારતીય વાયુસેનાની
૮૭ મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છ-ભુજ જિલ્લાના નલીયા એરફોર્સ સ્ટેશન દ્વારા નલીયાથી
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આયોજિત સદભાવના સાયકલ રેલી આજે તા.૧૯ મી ના રોજ સાંજે
કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા વડોદરા એરફોર્સ સ્ટેશનના
એર કોમોડર આઇ.આઇ.કુત્પ્પાએ આ સાયકલવીરોને ફ્લેગઇન કરીને સ્વાગત સાથે આવકાર્યા
હતાં.
એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના કુલ-
૨૫ સહભાગીઓએ નલીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ સાયકલીંગ અભિયાનમાં ભાગ લીધો હતો.
આ અભિયાનમાં ભારતના પ્રજાસત્તાક રાજ્યોમાં વિવિધ રજવાડાઓના એકીકરણમાં અખંડ ભારતના
શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વને દર્શાવે છે. આ સાયકલ અભિયાનને વાયુસેના
મેડલ, વિશિષ્ટ સેવા મેડલ,
એર ઓફિસર કમાન્ડીંગ, એરફોર્સ સ્ટેશન–વડોદરાના કોમોડર આઇ.આઇ.કુત્પ્પા તરફથી ઉષ્માભર્યો
આવકાર અપાયો હતો અને પ્રત્યેક સાયકલવીર સાથે તેમણે હસ્તધૂનન કરીને પ્રોત્સાહિત
કર્યા હતાં.
આ સદભાવના સાયકલ
રેલીમાં ભાગ લેનાર સ્કોર્ડન લીડર મોહનપ્રસાદે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું
હતું કે, ભારતમાં સીંગલ યુઝ
પ્લાસ્ટીક સંદર્ભે લોકોમાં જાગૃત્તિ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે પણ પુરતી કાળજી
રાખવાના સંદેશ સાથેની તા.૧૩ મી થી તા.૧૯ સુધીની આ રેલી અંદાજે ૬૫૦ કિલોમીટરનું
અંતર કાપીને કેવડીયા ખાતે પહોંચી છે.
અન્ય સાયકલ વીર
વીંગ કમાન્ડર દિપેશ કુમારે માધ્યમો સાથેની વાતચીતમાં નલીયાથી અહીં સુધી આખું જૂથ
ટીમ વર્કથી કોઇપણ જાતના વિઘ્ન વિના આવી પહોંચ્યું છે. આ સાયકલ રેલીનો અનુભવ ખુબ જ
સારો રહ્યોં છે અને તે તેમના જીવનમાં યાદગાર બની રહેશે. લોકોને પ્રદુષણ સામે
જાગૃત્તિ દાખવવાની સાથે પ્રજાના સ્વાસ્થ્ય અને સુખાકારી અને ફીટ ઇન્ડીયાનો સંદેશો
આ રેલી દ્વારા આપવાનો હેતુ રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું.