/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-116.jpg)
- ૧૭ મહિનાથી પાકિસ્તાની જેલ માં હતો કેદ
- માછીમારી કરવા જતા પાકિસ્તાનની હદ માં જતા ઝડપાયો હતો
- માછીમારી કરવા ગયેલી ૩ બોટ અને ૨૩ જેટલા માછીમારોને પાકિસ્તાની નેવી ઉઠાવી ગઈ હતી
- માછીમારને પાકિસ્તાને મુક્ત કરતા માદરે વતન આવી પહોંચતા ખુશીનો માહોલ
પાકિસ્તાનનું નામ સાંભળતાની સાથેજ દુશ્મનીના રુંવાટાઓ ઉભા થઇ જાય છે એવા પાકિસ્તાની નેવીના કમાન્ડો ભારતીય માછીમારો માછીમારી કરવા જતા ઝડપી લેતા હોય છે ઝડપીને ઇંક્વારી કરે એ તો ઠીક છે પરંતુ પાકિસ્તાન લઇ જઈને વર્ષો સુધી જેલમાં સબડાવીને વતનથી દૂર રાખવાની સજા ફટકારી દે છે ૧૭ મહિનાથી પરિવારથી દૂર રહેલા નવસારી જિલ્લાના એક માછીમારને પાકિસ્તાને મુક્ત કરતા માદરે વતન આવી પહોંચતા ખુશીનો માહોલ છવાયો હતો.
તા.૧૩ -૧૧ -૧૭ ના રોજ પાકિસ્તાનની બોર્ડર ક્રોશ કરીને માછીમારી કરવા ગયેલી ૩ બોટ અને ૨૩ જેટલા માછીમારોને પાકિસ્તાની નેવી ઉઠાવી ગઈ હતી. જેમાંથી એક માછીમાર નવસારી જિલ્લાના મેંધર ગામના વતની અને બીલીમોરા શહેરમાં સ્થાયી થયેલા હસમુખ મનુ ટંડેલ નામના માછીમાર મુક્ત થતા પરિવાર તેમજ સોસાયટીમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી ૧૭ મહિના બાદ પરિવારનું મિલન થતા મુક્ત થયેલા માછીમારનું આરતી ઉતારી અને ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું.