Top
Connect Gujarat

નીલ નીતિન મુકેશ આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે

નીલ નીતિન મુકેશ આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે
X

નીલ નિતીન મુકેશ મધુર ભંડાકરની ફિલ્મમાં સંજય ગાંધીનું પાત્ર ભજવી રહ્યો છે,જયારે બીજી બાજુ તેણે પ્રભાસ સાથેની ફિલ્મ "સાહો"નું શૂટિંગ શરૂ કરી દીધું છે,આ ફિલ્મમાં નીલ નીતિન વિલનની ભૂમિકામાં જોવા મુળશે,

બોલીવુડના માંધાતાઓ આ ફિલ્મ 2018ની બ્લોકબસ્ટર ફિલ્મ હશે,એવો દાવો કરી રહ્યા છે,

" બાહુબલી પછીની આ એક વધુ બજેટ અને બ્લોકબસ્ટર ફિલ્મ હશે, પ્રભાસ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે,આખી દુનિયાની નજર હાલ આ ફિલ્મ પર છે, આ એક રોમાંચક પ્રોજેક્ટ છે,2018ની સૌથી મોટી એક્શન ફિલ્મ હશે,તેમ નીલ નીતિને જણાવ્યું હતું,આ ફિલ્મ હિન્દી,તામિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં રિલીઝ થશે,નીલ નીતિન મુકેશ તેના લુકમાં નવા પ્રયોગો કરે છે,પછી તેની સાત ખુન માફ, વઝીર કે ઇન્દુ સરકાર હોય તેના લુક અલગ જ જોવા મળે છે,આ ફિલ્મમાં પણ અભિનેતા બેડ બોયની ભૂમિકામાં જોવા મળશે,ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે,આ ફિલ્મમાં ભરપૂર સ્ટંટ અને એક્શન દ્રશ્યો છે,જેની તાલીમ આતંરરાષ્ટ્રીય નિષ્ણાંત હેઠળ આપવામાં આવશે,

Next Story
Share it