Connect Gujarat
ગુજરાત

નોટબંધીનાં વિરોધમાં વડોદરામાં કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું

નોટબંધીનાં વિરોધમાં વડોદરામાં કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું
X

સરકાર દ્વારા નોટબંધીને 50 દિવસો પૂર્ણ થયા છે પરંતુ હજુ સુધી પરિસ્થિતિમાં સુધારો ન થતા કોંગ્રેસી નેતાઓએ વડોદરામાં કલેક્ટર કચેરી ખાતે નોટબંધી વિરોધમાં જનઆક્રોશ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી સિધ્ધાર્થ પટેલ, પેટલાદના ધારાસભ્ય અને શહેરના પ્રભારી નિરંજનભાઈ પટેલ, માજી.મંત્રી અને શહેર પ્રભારી રાજકુમાર ગુપ્તા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ,વડોદરા જીલ્લા પ્રમુખ નરેન્દ્ર પટેલ, જીલ્લાપંચાયત પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત દિલ્લીથી જશવંતસિંહ રાણા, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ ઋત્વિજ જોષી, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો, જીલ્લાના હોદ્દેદારો, મહાનગરપાલિકા - જીલ્લાપંચાયત ના સભાસદો, વોર્ડ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા.

3

કલેકટર કચેરી ખાતે ફાંસીનો માંચડો જલ્લાદ સાથે તૈયાર કરી ઉપસ્થિત કોંગ્રેસી સ્વજનોએ સુત્રોચાર કર્યા હતા.

ચોરાહા તૈયાર હે, મોદીજી ફરાર હે.

સરમુખત્યારી દમન કારી સરકાર, નહી ચલેગી નહી ચલેગી.

૫૦ દિવસ પુરા થયા, ફેકું ફરાર હે.

જેવા સુત્રોચાર સાથે તેઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Next Story