/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/cf53156d-821b-46f1-b219-928085901f63.jpg)
દેશના ચલણમાં થી જ્યારથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ થઇ છે ત્યાર થી બેંકોમાં ગ્રાહકોનું કિડીયારુ ઉભરાય રહ્યુ છે.
એક દિવસ પણ એવો જતો નહિ હોય કે બેંકોમાં ગ્રાહકોની લાંબી કતારો લાગી ન હોય. જોકે શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસ બેંકોમાં રજા હોવાના કારણે ગ્રાહકો થી ઉભરાતી બેંકો સુમસાન ભાસી રહી છે.
એક મહિના બાદ પણ બેંકમાંથી નાણાં ઉપાડવા માટે કલાકો સુધી બેંકમાં ઉભા રહ્યા બાદ પણ પુરતા નાણાં ન મળતા ગ્રહકો નિરાશ થઇ રહ્યા છે, બીજી તરફ હજી પણ ATM મશીનોમાં પણ રોકડ ન હોવાના કારણે રોકડ વ્યવહાર માટે લોકોએ વલખા મારવા પડે છે. કેશલેસ વ્યવહાર ને અપનાવતા લોકો એ કેન્દ્ર સરકારના આ નિર્ણય ને જરુર આવકાર્યો છે પરંતુ થોડી અવ્યવસ્થા ના કારણે સામાન્ય જનતા એ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વર્કિંગ ડે નિમિતે બેંકોમાં જે ભીડભાડ જોવા મળતી હતી તે હવે ત્રણ દિવસ સુધી દેખાશે નહિ, કારણ કે બીજા શનિવાર, રવિવારનો વિકલી ઓફ તેમજ સોમવારના રોજ ઈદે મિલાદની જાહેર રાજાના કારણે આ ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે, અને મંગળવાર થી બેંકોમાં પુનઃ ગ્રાહકોની લાંબી કતારો લાગી જશે. તો સાથે સાથે બેંક કર્મચારીઓ માટે પણ ત્રણ દિવસના નો વર્કિંગ દિવસ બાદ કામના ભારણ સાથે શરુ થશે.