પંચમહાલ : ઓરવાડા ગામે રાત્રિ સભા, ગ્રામજનોને તંત્રએ આપી વિવિધ જાણકારી

New Update
પંચમહાલ : ઓરવાડા ગામે રાત્રિ સભા, ગ્રામજનોને તંત્રએ આપી વિવિધ જાણકારી

પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાએ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રાત્રિ સભા યોજી હતી. કલેકટરે, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને દરરોજ એકવાર નાસ્તો અને એકવાર ભોજન આપવાના સરકારના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધવા સહાયમાં આ પહેલા જો ૨૧ વર્ષનો પુત્ર હોય કે થાય ત્યારે સહાય મળતી નહોતી જે મર્યાદાને સરકારે દુર કરી છે. વિધવા સહાયમાં દર માસે રૂા. ૧૨૫૦/-ની સીધી સહાય બેન્ક ખાતામાં જમા થાય છે.

આ ઉપરાંત આવકના દાખલા સહીતની તમામ સરકારી કાર્યવાહીથી ગ્રામજનોને વાકેફ કરાયાં હતાં. નાયબ પશુ પાલન નિયામકે, પશુ પાલન વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી જયારે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્યલક્ષી સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. ગ્રામજનોએ જિલ્લા કલેકટર સમક્ષ સિંચાઇની સુવિધા માટે, ગામના ફળિયાઓમાં પીવાના પાણીની નવિન સુવિધાઓ ઉભી કરવા, ફળિયાઓને જોડતા સી.સી. રસ્તાઓ બનાવવા તેમજ બાકી રહેલા ઘરોને વીજ જોડાણો આપવા રજુઆતો કરી હતી. જેનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.