/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/1-17.jpg)
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં સારો એવો વધારો નોંધાવાને કારણે ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે.ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. હાલ ૯૫ ટકા જેટલો ભરાઈ ગયો છે.તેને કારણે હાલ પાનમ ડેમની જળ સપાટી ૧૨૭.૩૫ મીટર નોધાઈ છે.
હાલમાં પાનમ ડેમમાં પાણીની આવકને કારણે ભયજનક સપાટીએ પહોંચ્યું છે.જેને કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા બાદમાં વધુ એક દરવાજો મળી કુલ ચાર દરવાજાઓ ખોલીને ડેમમાંથી પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. અને પાનમ કેનાલમાં પણ છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. અને ડેમમાં હાલ પાણીના આવકને કારણે સપાટી ૧૨૭.૩૫ મીટરે પહોંચી હોવાને કારણે ડેમમાંથી ૧૮૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમમાંથી પાણી છોડવાને કારણે પાનમ નદીના કાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારો લને એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.