પંચાયત સ્વભંડોળમાંથી હાંસોટ તાલુકાની બાદબાકી કરાતા અધ્યક્ષ હર્ષદ પટેલનો ડી.ડી.ઓ ને પત્ર

New Update
પંચાયત સ્વભંડોળમાંથી હાંસોટ તાલુકાની બાદબાકી કરાતા અધ્યક્ષ હર્ષદ પટેલનો ડી.ડી.ઓ ને પત્ર

ભરૂચ જિલ્લા પંચાયત સ્વભંડોળ દ્વારા આઈટમ નંબર ૨૬માં ભરૂચ જિલ્લાના બધાં તાલુકાના સાડા ચાર કરોડના કામો મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં હાંસોટ તાલુકાને બાકાત રાખતા કારોબારી અધ્યક્ષ હર્ષદ પટેલ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ તથા ડી. ડી. ઓને પત્ર લખ્યો છે.

હાંસોટ તાલુકા પંચાયત કચેરીના કારોબારી અધ્યક્ષ તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ભરૂચને તથા ડી.ડી.ઓને પત્ર લખીને જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા પંચાયત સ્વભંડોળ દ્વારા આઈટમ નંબર ૨૬માં રૂપિયા સાડા ચાર કરોડ જેવી માતબાર રકમ ના કામો માં ભરૂચ જિલ્લાના દરેક તાલુકાને ફાળવણી કરવામાં આવી છે. જે ફાળવણીમાં હાંસોટ તાલુકાના એક પણ કામ ન ફાળવી હાંસોટ તાલુકાને બાકાત રાખી, હાંસોટ તાલુકાને અન્યાય કરી, હાંસોટ તાલુકાના વિકાસમાં અવરોધ લાવી હાંસોટ તાલુકાનો વિકાસ રૂંધવાનુ કામ કરાયું છે. જેનો અમો વિરોધ કરીએ છીએ અને આ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓ હાંસોટ તાલુકાની લાગણી અને માંગણીને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરતો પત્ર લખ્યો છે.