Connect Gujarat
ગુજરાત

પત્નીએ મા સાથે વાત કરતા રોકતા પતિએ પત્નીના હાથે ભર્યું બચકું!

પત્નીએ મા સાથે વાત કરતા રોકતા પતિએ પત્નીના હાથે ભર્યું બચકું!
X

સોલા પોલીસ સ્ટેશનમાં પતિ-પત્નીની તકરારના બે કેસ નોંધાયા હતા. જેમાં સાયન્સ સિટી રોડ પર માં સાથે વાત ના કરવા દેતી પત્નીને પતિએ બહેન સાથે વાત કરતા રોકી હતી. જેમાં તકરાર થતાં પતિએ પત્નીને મારઝૂડ કરી હાથની ટચલી આંગળીમાં બચકું ભરી લીધું હતું.તો બીજા બનાવમાં પરસ્ત્રી સાથે રહેતાં પતિના ઘરે સાસુને લઈને પહોંચેલી પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. સોલા પોલીસે બંને મહીલાની ફરિયાદને પગલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોલા સાયન્સ સિટી ગોલ્ડન લોટ્સ બંગલોમાં રહેતી અમી દિપક ઝાલા (ઉં,42)એ તેના પતિ દિપક પ્રવિણચંદ્ર ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખાયા મુજબ અમીબહેન સીજી રોડ પર સમેધ કોમ્પ્લેકેસમાં નેક્ષેસ હોલીડે નામે વેપાર કરે છે. બે દિવસ પહેલા પતિ દિપકને પોતાની માં સાથે વાત કરવાની પત્ની અમીએ ના પાડી જેના કારણે બંન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તે પછી અમીને તેની બહેન સાથે વાત કરવાની દિપકે ના પાડી હતી.આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો જેની અદાવત રાખીને રવિવારે બપોરે ફરી દિપકે તકરાર કરી હતી. દિપકે પત્નીને લાફો માર્યો તેમજ ટચલી આંગળીએ બચકુ ભર્યું હતું. બીજી તરફ પત્ની અમીએ પતિને ગાલ પર નખ માર્યા હતા. બાદમાં પતિ મુંબઈ કામ અર્થે જતો રહ્યો તે પછી અમીએ સારવાર કરાવ્યા બાદ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઝઘડાના બીજા બનાવમાં રાણીપ ખાતે કેશવનગર સોસાયટીમાં રહેતાં પ્રિતિ ધર્મેન્દ્ર ગુપ્તાએ તેના પતિ ધર્મેન્દ્ર ગુપ્તા વિરૂદ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગે ફરિયાદ કરી છે. માધુપુરામાં કેમીકલનો વેપાર કરતાં ધર્મેન્દ્ર ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી અન્ય સ્ત્રી સાથે ગોતાના વિર સાવરકરનગર ખાતે રહેતાં હતા.જે મુદ્દે પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હોવાથી પ્રિતીએ મહીલા પોલીસ સ્ટેશનમાં 2016માં પણ પતિ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. તે પછી સમાધાન થયા બાદ સાસુ,સસરા અને કાકાને લઈને પ્રિતિબહેન તેમના પતિ અન્ય સ્ત્રી સાથે રહેતાં ત્યાં ગયા હતા.તો તે જગ્યાએ પતિએ પ્રિતીને જાનથી મારવાની ધમકી આપી હતી.આમ પતિ-પત્નીના ઝઘડાના બંન્ને કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story