Connect Gujarat
દેશ

પદમભુષણ એવોર્ડ વિજેતા સંગીતકાર ખૈયામની ફાની દુનિયાને અલવિદા

પદમભુષણ એવોર્ડ વિજેતા સંગીતકાર ખૈયામની ફાની દુનિયાને અલવિદા
X

ભારતીય સંગીતની દુનિયાના જાણીતા સંગીતકાર અને ફીલ્મફેર અને પદમભુષણ સહિતના અનેક એવોર્ડ જીતી ચુકેલાં મહંમદ ઝહુર ખૈયામ હાશમીએ ફાની દુનિયાને અલવિદા કહી છે. ચાર દાયકા સુધી સંગીતના ક્ષેત્રમાં દબદબો ધરાવતાં ખૈયામ સાહેબે અનેક હીટ ફીલ્મી ગીતોમાં સંગીત આપ્યું છે.

ખૈયામ સાહેબનો જન્મ પંજાબના રાહોનમાં સાદાત હુસૈન તરીકે થયો હતો. તેઓ સંગીત શીખવા માટે દીલ્હી પહોંચ્યા હતાં પણ તેમને તેમનું શિક્ષણ પુરી કરવા માટે પરત મોકલી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેઓ સંગીત શીખવા માટે લાહોર પહોંચ્યાં હતાં. જયાં તેમણે બાબા ચીશ્તી પાસે તાલીમ મેળવવાનું શરૂ કર્યું હતું.

તેમણે 1977માં ફીલ્મ કભી કભી અને 1982માં ફીલ્મ ઉમરાવ જાન માટે બેસ્ટ મ્યુઝીકનો ફીલ્મફેર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2010માં લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યાં હતાં. 2007માં સંગીત નાટક અકદામી એવોર્ડ પણ તેમની યશકલગીમાં ઉમેરાયેલો છે. 2011માં ભારત સરકારે તેમને પદમભુષણ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતાં. કભી કભી મેરે દીલ મે ખ્યાલ આતા હે સહિતના અનેક સુપરહીટ ગીતો સામે ખૈયામ સાહેબનું નામ જોડાયેલું છે.

ખૈયામ સાહેબને અત્યાર સુધીમાં મળેલા એવોર્ડ :

  • 1977 : ફીલ્મફેર બેસ્ટ મ્યુઝીક ડીરેકટર એવોર્ડ ફીલ્મ કભી કભી :
  • 1977 : ફીલ્મફેર બેસ્ટ મ્યુઝીક ડીરેકટર એવોર્ડ ફીલ્મ ઉમરાવ જાન :
  • 1982 : નેશનલ ફીલ્મ એવોર્ડ ફોર બેસ્ટ મ્યુઝીક ડીરેકશન
  • 2007 : સંગીત નાટક અકાદમી એવોર્ડ
  • 2010 : ફીલ્મફેર લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ
  • 2011 : પદમભુષણ
  • 2018 : હદયનાથ મંગેશકર એવોર્ડ

Next Story