/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dfgdg.jpg)
માં નર્મદાના કાંઠે વસેલું અતિ પ્રાચીન અને એક સમયનું નર્મદા નદીના કારણે સમૃદ્ધ બનેલું ભરૂચ જિલ્લા થી તંત્રના પાપે માં નર્મદા નદી રૂઠી જતા સૂકી ભઠ બની ગઈ છે. જિલ્લાની નબળી નેતાગીરીને લઇ આજે ડેમ માંથી પાણી નહિ છોડવામાં આવતા નર્મદા નદી બેટ સ્વરૂપે ફેરવાઈ ગઈ છે.
આજે નર્મદા નદી ભરૂચ ખાતે બે કાંઠે વહેવાને બદલે એટલી હદે સૂકી ભઠ બની ગઈ છે કે નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે. નદી જો નહીં રહે તો ખેડૂતો ખેતી શું કરી શકવાના છે. ઉપરવાસમાંથી પાણી ન છોડાતાં દરિયાના પાણી ભાડભૂત થી આગળ સુધી નીકળી આવ્યા છે. આ ખારા પાણીના લીધે નદીના મીઠા પાણીમાં રહેતા જળચર પ્રાણીઓ ઉપર ઘણી મોટી અસર થવા પામી છે. સરકાર જ્યારે જ્યારે પણ નદીની વાત આવે છે ત્યારે ત્યારે માત્ર અને માત્ર વાતો જ કરતી દેખાય છે.સરકાર જો ડેમ માંથી પાણી નહીં છોડે તો તંત્ર સામે પુન: આંદોલન કરવાનો જિલ્લાવાસીઓનો સમય પાકી ગયો છે.