પાલેજ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચુંટણીમાં દેવયાનીબેન બિનહરીફ જાહેર
BY Connect Gujarat9 Oct 2019 11:27 AM GMT

X
Connect Gujarat9 Oct 2019 11:27 AM GMT
ભરૂચના પાલેજ ગ્રામ પંચાયતની બુધવારના રોજ યોજાયેલી ઉપસરપંચની ચૂંટણીમાં દેવયાની બહેન ગોહિલ બિનહરીફ ચૂંટાયા હતા. બપોરના ત્રણ કલાકે ભરૂચ મદદનીશ વિકાસ અધિકારી એચ. એચ. કાયસ્થ તથા સર્કલ દિપ્તીબેન પ્રજાપતીની હાજરીમાં સમગ્ર ઉપસરપંચની ચુંટણીની કામગીરી સંપન્ન થઇ હતી.
જેમાં બીનહરીફ વિજેતા જાહેર થયેલ દેવયાની બહેનને ગ્રામ પંચાયતના સરપંચ નસીમબાનુ વકીલ સહિત સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ આતશબાજી કરી વિજયની ઉજવણી કરી હતી. ઉપસરોંચની ચુંટણી સંદર્ભે પાલેજ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો.
Next Story