પીએમ મોદીએ નાસ્તાની સાથે લીધા યુપી સાંસદોના ક્લાસ

New Update
પીએમ મોદીએ નાસ્તાની સાથે લીધા યુપી સાંસદોના ક્લાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 23મી ને ગુરુવારની સવારે ઉત્તરપ્રદેશના સાંસદોને દિલ્હી ખાતેના પીએમ આવાસ પર નાસ્તા માટે આમંત્રણ પાઠવ્યુ હતુ,અને જરૂરી સૂચનો પણ કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળ્યા મુજબ યુપીમાં ઐતિહાસિક જીત બાદ હવે રાજ્યમાં વિકાસલક્ષી કાર્યોને ઝડપી બનાવવા માટે પીએમ મોદી દ્વારા સાંસદોને સૂચનો આપવામાં આવ્યા હતા.જેમાં ખાસ કરીને યુપીના સાંસદોને પોલીસ પર કારણ વગરનું દબાણ ન કરવા અને ટ્રાન્સફર તેમજ પોસ્ટિંગ જેવી બાબતોથી દૂર રહેવા માટે જણાવવામાં આવ્યુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

પીએમ મોદીએ સવારના નાસ્તાની સાથે યુપીના સાંસદોના કલાસ લીધા હતા, જેમાં તેઓએ સાંસદોને મહેનત અને કામ કરવાની સલાહ પણ આપી હતી.

આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, મુરલી મનોહર જોષી,સહિતના ભાજપના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories