મંત્રી પીયૂષ ગોયલે રવિવારે આ જાહેરાત કરી હતી. દેશમાં નિર્મિત ટ્રેન-18નું નામ ‘વંદે ભારત એક્સપ્રેસ’ રહેશે. રેલ કુલ ૧૬ કોચ ધરાવતી ટ્રેન-18માં કોઈ એન્જિન નથી. આ ટ્રેનને રાયબરેલી સ્થિત મોર્ડન કોચ ફેક્ટરીએ 18 મહિનામાં તૈયારી કરી છે. એનો કુલ ખર્ચ Rs 97 કરોડ થયો છે. આ ટ્રેન ગણતંત્ર દિવસના અવસર નિમિત્તે દેશવાસીઓને ભેટ સ્વરૂપે અપાઇ.

સેફ્ટી ક્લિયરેન્સ, ટ્રાયલ્સ અને ટેસ્ટ્સમાંથી પસાર થયા બાદ દેશમાં નિર્મિત થયેલી સેમી-હાઈસ્પી ટ્રેન-18 મુસાફરોની સેવા માટે તૈયારી છે. અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેન-18ની ટિકિટ શતાબ્દીની તુલનામાં 40 થી 50 ટકા મોંઘી હશે.

અધિકારીઓનું કહેવું છે કે ટ્રેન-18ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી દેખાડીને રવાના કરશે. આ માટે વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો છે. પ્રથમ ટ્રેન 18 નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડશે. વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, એન્જિનેસ ટ્રેન-18ના ટ્રૈક્શન ઈક્વિપમેન્ટ કોચની નીચે લાગેલા છે. એને સરકારના ઈલેક્ટ્રિક ઈન્સ્પેક્ટર(ઈઆઈજી)એ ગુરુવારે મંજૂરી આપી છે. એટલા માટે, અમે નવી દિલ્હી-વારાણસી રુપટ પર ટ્રેન-18ના ઉદ્ગાટનનો સમયની માંગ માટે વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો છે.

આ મહિને રેલપ્રધાન પીયૂસ ગોયલે કહ્યું હતું કે, ટ્રેન-18 નવી દિલ્હી-વારાણસી વચ્ચે દોડશે. આ દરમિયાન કાનપુર, પ્રયાગરાજ વચ્ચે ઊભી રહેશે અને 8 કલાકમાં 755 કિલોમીટરનું અંતર કાપશે. આ રુટ પર સૌથી ઝડપથી દોડતી આ ટ્રેન હશે. હાલ સૌથી ઝડપથી દોડતી ટ્રેન નવી દિલ્હી થી વારાણસીની વચ્ચેનું અંતર 11 કલાક 30 મિનિટમાં કાપે છે.ટ્રેન-18ના એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 2800 રુપિયાથી 2900 રુપિયાની વચ્ચે હશે. જ્યારે ચેર-કારનું ભાડું 1600 થી 1700 રુપિયા વચ્ચે હશે.

ટ્રેન-18નું નિર્માણ ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી(આઈસીએફ)માં થયું છે. એનું રિસર્ચ ડિઝાઈન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની દેખરેખમાં આકરું પરીક્ષણ થયું છે. આ ટ્રેને 180 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી સુરક્ષિત યાત્રાના ટેસ્ટમાંથી પસાર થઈ છે..આ ટ્રેન વધુમાં વધુ 200 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.ટ્રેન-18માં મુસાફરોની સુવિધા માટે કેટલાય નવા ફીચર ઉપલબ્ધ કરાયેલાં છે. એમાં ઓટોમેટિક દરવાજા, ટ્રેનની અંદર વાઈ-ફાઈ, જીપીએસ આધારિત સૂચના તંત્ર, મોડ્યુલર શૌચાલય વગેરે સામેલ છે..

 



LEAVE A REPLY